Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શ્રીલંકામાં રાજપક્ષેની ' શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ ' નો વિજય વાવટો : 225 માંથી 145 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવી : સાથી પક્ષે 5 બેઠકો મેળવી : મહિન્દ્ર રાજપક્ષે ઉપર વડાપ્રધાન પદનો કળશ ઢોળાય તેવી શક્યતા : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

કોલંબો : શ્રીલંકામાં બુધવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓના પરિણામો ગઈકાલ ગુરુવારે સાંજે જાહેર થઇ ગયા છે.જે મુજબ  રાજપક્ષેની ' શ્રીલંકા પીપલ્સ  ફ્રન્ટ ' એ 225 માંથી 145 બેઠકો સાથે બે તૃતીયાંશ  બહુમતી મેળવી લીધી છે.તથા આ પાર્ટી સાથે ગઠબંધનથી જોડાયેલી  સાથી પાર્ટીએ 5 બેઠકો મેળવી છે.
અહીંયા કુલ 225 સંસદીય બેઠકો છે. બહુમતી માટે 113 બેઠકો જરૂરી છે. 196 બેઠકો માટે વોટિંગ કરવામાં આવે છે, બાકીની 29 બેઠકો પર જીત-હારનો નિર્ણય દરેક પાર્ટીને મળેલા મતના આધારે થાય છે. અહીંયા લગભગ 1 કરોડ 60 લાખ મતદાતા છે. પહેલા આ ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને તારીખ 20 જૂન પછી 5 ઓગસ્ટ કરવામાં આવી હતી.
જોકે આ દેશમાં ચીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું રોકાણ કર્યું છે. શ્રીલંકા હાલ આર્થિક રીતે નબળુ છે અને ચીન તેની મદદ કરીને સંબંધમાં વધુ મજબૂતાઈ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે.તેથી ચીન સાથેના તેના સંબંધોને ધ્યાને લેતા સત્તાધારી પાર્ટીના વિજયથી ભારતે બહુ હરખાવા જેવું નથી.

(10:33 am IST)