Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સાઉથ આફ્રિકાના ભારતીય મૂળના ગુપ્તા બંધુઓ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ : પૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ જુમાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ

જોહનિસબર્ગ : સાઉથ  આફ્રિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ગુપ્તા બંધુઓ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી થઇ છે. જે મુજબ તેઓ જે દેશમાં હોય ત્યાંની સરકારે તેમની ધરપકડ કરી સાઉથ આફ્રિકા સરકારને જાણ કરવા અનુરોધ કરાયો છે.તથા ગુપ્તા બંધુઓને પ્રત્યાર્પણ કરવા જણાવાયું છે.

ગુપ્તા બંધુઓ અજય ,અતુલ ,અને રાજેશ 2016 ની સાલથી ચર્ચામાં છે.તેમણે મિનિસ્ટરો સાથે  ભ્રષ્ટાચાર આચરી લખલૂટ સંપત્તિ ભેગી  કર્યાનો આરોપ છે. તેમના ઉપર કામ ચલાવવાની શરૂઆત થાય ત્યાર પહેલા તેઓ 2018 ની સાલમાં દેશ છોડી નાસી ગયા હતા. મોટા ભાગે તેઓ યુએઈ માં હોવાનું અનુમાન છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:36 am IST)