Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ઇન્ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલ હિલ્સબરો કોમ્યુનિટી કોલેજના ટ્રસ્ટી બન્યા : ફ્લોરિડા ગવર્નરે નિમણુંક આપી : સેનેટની મંજૂરી મળ્યે હોદો સંભાળશે

ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન સાહસિક શ્રી આકાશ પટેલની હિલ્સબરો કોમ્યુનિટી કોલેજના ટ્રસ્ટી બોર્ડમાં નિમણુંક થઇ છે. ફ્લોરિડા ગવર્નરે આપેલી આ નિમણૂકને સેનેટની બહાલી મળ્યે તેઓ  હોદ્દો સંભાળશે .

ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક થવા બદલ શ્રી પટેલે  હર્ષ વ્યક્ત કર્યો હતો.  તથા જણાવ્યું હતું કે હિલ્સબરો કોમ્યુનિટી કોલેજ માટે ઘણું ઉજ્જવળ ભવિષ્ય છે. પરંતુ  આપણે સ્ટુડન્ટ્સને ઉચ્ચ વળતરની સાથોસાથ ટેમ્પા બે એરિયાના આર્થિક વિકાસ માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈશે.

આ અગાઉ તેઓ 2018 ની સાલમાં હિલ્સબરો કાઉન્ટી કમિશનની ચૂંટણી લડ્યા હતા.જેમાં પરાજિત થયા હતા.તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ કન્સલ્ટિંગ ફર્મના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)