Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

યુ.એસ.માં કેલિફોર્નિયાના 18 માં ડિસ્ટ્રિક્ટના એટર્ની જનરલની રેસમાં સુશ્રી જનાની રામચંદ્રન માટે જીતના ઉજ્જવળ સંજોગો : પ્રાઈમરી ચૂંટણીમાં 8 સ્પર્ધકોની રેસમાં 21 ટકા મત સાથે બીજા ક્રમે : 31 ઓગસ્ટના રોજ ફેર ચૂંટણી

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયાના 18 માં ડિસ્ટ્રિક્ટના એટર્ની જનરલની રેસમાં સુશ્રી જનાની રામચંદ્રન માટે જીતના ઉજ્જવળ સંજોગોનું નિર્માણ થયું છે. 29 જૂનના રોજ યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં  8 સ્પર્ધકો વચ્ચેની રેસમાં તેઓને 21.57 ટકા એટલે કે 9,303 મતો મળ્યા છે. જયારે પ્રથમ ક્રમે મત મેળવનાર બોન્ટને  37.62 ટકા એટલે કે 16,228 મતો મળ્યા છે. કે જેઓ પોતાના પતિનું એટર્ની જનરલ તરીકેનું સ્થાન હાંસલ કરવા માંગે છે.

પરંતુ તેઓને 50 ટકા મતો નહીં મળતા હવે સુશ્રી જનાની તથા બોન્ટ વચ્ચે 21 ઓગસ્ટના રોજ ફેર ચૂંટણી યોજાશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(7:55 pm IST)