Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઇસ્લામાબાદમાં હિન્દૂ મંદિરના નિર્માણ વિરુદ્ધ કરાયેલી પિટિશનનો ચુકાદો અનામત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિન્દૂ મંદિરના નિર્માણ વિરુદ્ધ કરાયેલી પિટિશનનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કૃષ્ણ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન પણ થઇ ગયું હતું.તેમજ ઇમરાન સરકારે મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી દીધી હતી.

પરંતુ temni જ સરકાર સાથે જોડાયેલી પાકિટન મુસ્લિમ લીગે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો તથા ઇસ્લામમાં લઘુમતી માટે મંદિર કે ચર્ચ બાંધવાની મનાઈ હોવાનું જણાવ્યું હતું.

પરિણામે કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી.જે અંગે સુનાવણી પુરી થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

દરમિયાન અમુક કટ્ટરપંથી મુસ્લિમોએ ભૂમિ પૂજન સમયની ઈંટો પણ કાઢી નાખી છે.

(2:21 pm IST)