Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હવે નવી મુસીબતમાં ફસાયું ચીન : સ્થાનિક ઉઇગર મુસ્લિમોએ જિનપિંગ સરકાર વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટના દ્વાર ખખડાવ્યા : નરસંહાર ,શોષણ ,તથા માનવ અધિકારોનો ભંગ

બેજિંગઃ : કોરોના વાઇરસના ફેલાવા માટે સમગ્ર વિશ્વમાં બદનામ થઇ ગયેલું તથા ભારત સાથે સીમા વિવાદમાં ઉતરેલા ચીનમાં આંતરિક અસંતોષ ઉભરી રહ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીનમાં ઉઇગર મુસ્લિમો સાથે અમાનવીય વહેવાર થતો હોવાની ફરિયાદ જૂની છે.જેના અતિરેક સમાન બનાવો હવે બની રહ્યા છે.જે મુજબ આ પ્રજાજનોના નર સંહાર સુધી મામલો પહોંચી ગયો છે.તેમના નાગરિક તરીકેના અધિકારો પણ છીનવાઈ ગયા છે.
આ સંજોગોમાં ઉઇગર મુસ્લિમો સાથે જોડાયેલી સંસ્થા ઇસ્ટ ટર્કીસ્ટ ગવર્મેન્ટ તથા ઇસ્ટ તુર્કિસ્તાન નેશનલ અવેકનીંગ મુમેન્ટ દ્વારા ઉપરોક્ત મુદ્દે અંતર રાષ્ટ્રીય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:56 pm IST)