Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઇન્‍ડિયન અમેરિકન શ્રી અમૂલ થાપર સુપ્રિમ કોર્ટના જજની રેસમાંથી બહારઃ આખરી ૩ જજની યાદીમાં નામ નહીં

વોશીંગ્‍ટનઃ ઇન્‍ડિયન અમેરિકન જજ શ્રી અમૂલ થાપરની સુપ્રિમ કોર્ટના જજ તરીકેની નિમણુંક માટે તૈયાર કરાયેલી ૨૫ જજની યાદીમાં  પસંદગી થઇ હતી. પરંતુ આ ૨૫ માંથી છેવટની ૩ જજની યાદીમાં તેમનું નામ બાકાત થઇ જવા પામ્‍યું છે તેથી હવે તેઓ આ રેસમાં નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ૨જુલાઇના રોજ તેમનો ઇન્‍ટરવ્‍યુ લીધો હતો.

(8:57 pm IST)
  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • ગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST