Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

અબુ ધાબી સ્‍થિત ભારતીય મૂળના ૩૦ વર્ષીય ટોજો મેથ્‍યુને ૧.૯ મિલીયન ડોલરનો જેકપોટઃ ભારતના પ્રવાસે આવતી વખતે એરપોર્ટ ઉપરથી લીધેલી લોટરીએ નસીબ આડેનું પાંદડુ દૂર કરી દીધુ

દુબઇઃ અબુ ધાબીમાં સિવિલ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભારતીય મૂળના કેરાળાના વતની ૩૦ વષી૪ય ટોજો મેથ્‍યુને સાત મિલીઅન દિરહામ (૧.૯ મિલીઅન ડોલર)ની લોટરી લાગતા તેના નસીબ આડેનું પાંદડુ ખસી જવા પામ્‍યુ છે.

આヘર્યની વાત એ છે કે તે પત્‍નીને મળવા ભારત આવી રહ્યો હતો ત્‍યારે ૨૪ જુનના રોજ પ્‍લેન ઉપડવાના થોડા સમય પહેલા જ તેણે એરપોર્ટ ઉપરથી ટિકિટ ખરીદી હતી.જેનું પરિણામ ગઇકાલે વેબસાઇટ ઉપર જોતા તે ખુશખુશાલ થઇ ગયો હતો.

તેણે સ્‍થાનિક સમાચાર સૂત્રને જણાવ્‍યા મુજબ આ રકમ મળતા હવે તેનું કેરળમાં ઘરનું ઘર બનાવવાનું સ્‍વપ્‍ન સાકાર થશે.

આ રેફલ ટિકિટથી ૧ લાખ દિરહામ જીતનારા અન્‍ય ૯ વ્‍યક્‍તિઓ પૈકી પાંચ ભારતીય છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલ માસમાં ભારતીય મૂળના દુબઇ સ્‍થિત ડ્રાઇવરને અબુધાબીની ૧૨ મિલીયન દિરહામની લોટરી લાગી હતી. 

 

(12:03 am IST)