Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા વુડબ્રિજ ટાઉનશીપનો વાર્ષિક સ્વાતંત્ર્ય દિન ૪ જુલાઇને બદલે ૩ જુલાઇના રોજ ઉજવાશે : ઉજવણી નિમિત્તે થનારી આતશબાજીના આનંદમાં શામેલ થવા સહુને મેયર જોહન ઇ. એમ્સીકોર્માકનું નું જાહેર આમંત્રણ

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા વુડબ્રિજ ટાઉનશીપના વાર્ષિક સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે યોજાનાર ભવ્ય આતશબાજીના પ્રોગ્રામની તારીખમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આ પ્રોગ્રામ ૪ જુલાઇના બદલે ૩ જુલાઇ ૨૦૧૮ના રોજ ઉજવાશે. અને જો વરસાદ કે વિપરિત વાતાવરણ હશે તો આ પ્રોગ્રામ ૫ જુલાઇના રોજ ઉજવાશે.

એલવિન પી. વિલીઅમ્સ મેમોરીઅલ પાર્ક, સેવારેન, ન્યુજર્સી મુકામે થનારી આતશબાજીનો સમય બપોરે ૪ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જે ગેઇટ ખુલવાનો સમય છે. સહુને લોન ચેર સાથે લઇને આવવા જણાવાયું છે.

આતશબાજીનો આનંદ માણવા માટે આપણી સાથે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ડીરેકટર તથા ડેપ્યુટી ડીરેકટર ઓફ રિક્રીએશન વિટો સિમિલ્લકા તથા બ્રિઆન મોઇનર જોડાશે.

આલ્કોહોલયુકત પીણાં પીવાની મનાઇ છે. આતશબાજી પ્રોગ્રામનું 1079 WOLD ઉપર પ્રસારણ થશે. તમામને શામેલ થવા મેયર જોહન ઇ એમ્સીકોર્માકએ આમંત્રણ પાઠવ્યું છે. તેવું nvpsofusa@aol.comદ્વારા જણાવાયું છે. (૪૬.૪)

(12:29 pm IST)