Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

' દુઃખદ સમાચાર ' : FIA ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ ( Gamdi ) ની ચિર વિદાય : ઇન્ડિયન અમેરિકન સમુદાયમાં શોકનું મોજું : છેલ્લા બે માસથી કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલા લોકપ્રિય કોમ્યુનિટી આગેવાને 6 જૂનના રોજ અંતિમ શ્વાસ લીધા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટીકટ ( FIA ) ના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ ( Gamdi ) નું 6 જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે.તેઓ છેલ્લા 2 માસથી કોરોના વાઇરસથી સંક્રમિત હતા.આખરે 6 જૂનના રોજ તેઓ આ વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે.
ઇન્ડિયન અમેરિકન સમૂહમાં ખુબ લોકપ્રિય થઇ ચૂકેલા શ્રી રમેશભાઈ ( FIA )        ના ફાઉન્ડર સભ્યો માંહેના એક હતા.તથા છેલ્લા એક દસકા ઉપરાંત સમયથી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.જેના ઉપક્રમે દર વર્ષે ન્યુયોર્કમાં ભારતના સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને ' ઇન્ડિયા ડે પરેડ ' નું આયોજન કરવામાં આવે છે.
શ્રી રમેશભાઈના દુઃખદ નિધનથી ન્યુયોર્ક ,ન્યુજર્સી ,તથા કનેક્ટિકટમાં વસતા ભારતીયોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.શ્રી રમેશભાઈની ખોટ કાયમ માટે સાલશે. તેઓ  તમામના દિલમાં હંમેશ માટે છવાયેલા રહેશે.તેમના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે કોમ્યુનિટી આગેવાનો સહીત વિશાળ સંખ્યામાં ચાહકોએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.' અકિલા ' પરિવાર પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે.ૐ શાંતિ.

(1:23 pm IST)