Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચર્ચમાં આવેલી સગીર બાળકીની શારીરિક છેડછાડ કરવાના આરોપસર ભારતીય મૂળના પાદરીને ૬ વર્ષની જેલ સજા

યુ.એસ.:  અમેરિકાના રેપિડ સીટી ચર્ચ સાઉથ ડેકોરામા આવેલ એક સગીર બાળકી સાથે શારીરિક છેડછાડ કરવાના આરોપસર ભારતીય મૂળના પાદરી રોમન કેથોલિક પૂર્વ ૩૮ વર્ષીય જોહન પ્રવીણને ૬ વર્ષની જેલ સજા થઇ છે જેમાંથી તેણે જેલમાં વિતાવેલા ૧૭૮ દિવસ બાદ મળશે. તથા ૩ વર્ષ પછી તેને પેરોલ મળી શકશે.

પાદરીએ સગીર બાળકી સાથે કરેલા ગેરવર્તન  બદલ કોર્ટમાં માફી માંગી હતી. તથા ફરીથી આવું કૃત્ય નહી કરે તેવી ખાત્રી આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૧૬ વર્ષની નીચેની વયની બાલિકાઓની શારીરિક છેડછાડ કરવા બદલ વધુમાં વધુ ૧પ વર્ષની જેલ સજાની જોગવાઇ છે.

(9:49 pm IST)
  • વિધાનસભામાં રોજગારી મુદે મોટી જાહેરાતની સંભાવના : સ્કીલ ડેવલપમેન્ટ, એમ્પ્લોઇમેન્ટ મિશનની સત્રમાં થશે જાહેરાતઃ સીએમ રૂપાણી અને ચીફ સેક્રેટરીની દેખરેખમાં થશે કામગીરીઃ બી.એ., બી.કોમ, બી.એસ.સી. પાસ યુવાનોને આપણે રોજગારની તકઃ આઇટીની જેમ ગ્રેજયુએટ યુવાનો માટે ઉભી કરવામાં આવશે તકઃ રાજયમાં બેરોજગારીનો મુદો ગંભીર બનતા કેન્દ્રસામે રાજય એકશનમાં : વિધાનસભા અને લોકસભામાં બેરોજગારી મુદ્દો બન્યો ગંભીર access_time 4:14 pm IST

  • રાજકોટ ડેરીએ દુધના ભાવમાં વધારો : દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.૧૦નો વધારોઃ દુધના કિલો ફેટના ભાવ રૂ.૬૬૦ : ઉનાળામાં દુધની આવક ઘટતા ભાવમાં વધારો access_time 1:21 pm IST

  • વિપક્ષોને કળ વળી નથી ત્યાં ભાજપ ટૂંક સમયમાં દેશવ્યાપી સભ્યનોંધણી ઝૂંબેશ શરૂ કરશે : લોકસભામાં પ્રચંડ વિજય મેળવ્યાના પગલે હજુ કોંગ્રેસ અને વિપક્ષોને કળ વળે તે પહેલા આગામી મહિનાઓમાં જ ભારતીય જનતા પક્ષ રાષ્ટ્ર વ્યાપી સભ્યપદ ઝૂંબેશ શરૂ કરી રહ્યાનું જાણવા મળે છે access_time 1:08 pm IST