Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

યુ.કે.ની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના ચિફ ઇકોનોમિસ્ટ તરીકે ભારતીય યૂથના શ્રી શ્રીકુમાર આયરની નિમણુંકઃ આ હોદા ઉપર નિમણૂંક મેળવનાર સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ

યુ.કે. : યુ. કે. સ્થિત ભારતીય મુળના  શ્રી શ્રીકુમાર આયરની નિમણુંક ચિફ ઇકોનોમીસ્ટ ઓફ ફોરેન એન્ડ કોમનવેલ્થ  ઓફિસર તરીકે થઇ છે. આ હોદા ઉપર સ્થાન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.

લંડનમા જન્મેલા અને ભારતમાં ઉછરેલા શ્રી શ્રીકુમાર આ અગાઉ મુંબઇમાં બ્રિટનના ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ જુલાઇ ર૦૧૯ માં હોદો સંભાળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

(9:46 pm IST)
  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ત્રણ-ચાર દિ' હિટવેવની આગાહી : હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ યુ.પી.માં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી : ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં જોરદાર હિટવેવની શકયતા છે. જયારે હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી અને કેટલીક જગ્યાઓએ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે access_time 3:20 pm IST

  • કેરળમાં નૈઋત્ય ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉનઃ રાજયમાં ઠેરઠેર વરસાદ શરૂ : નૈઋત્ય ચોમાસુ આવતીકાલે કેરળમાં પ્રવેશ કરશેઃ દેશભરના લોકો તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચોમાસાનું આગમન થાય એ પૂર્વે રાજયમાં અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છેઃ થિરૂવનંતપુરમમાં ગઇ રાતથી વરસાદ પડી રહ્યો છેઃ ચોમાસાનું આગમન ૧ સપ્તાહ મોડુ થઇ રહ્યું છે. access_time 3:48 pm IST

  • જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST