Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અમેરિકામાં વસતા ભારતીયોના ઘરોમાં લૂંટફાટ કરનાર ગેંગની સૂત્રધાર એક મહિલા હતી : ક્યા ઘરને નિશાન બનાવવું તે નક્કી કરી લૂંટફાટનો પ્લાન બનાવતી હતી : તમામ આરોપો પુરવાર થઈ જતા મહિલા સહીત આખી ગેંગને સપ્ટેમ્બર 2019 માં સજા ફરમાવાશે

ટેક્સાસ : અમેરિકામાં વસતા ભારતીયોના ઘરોમાં લૂંટફાટ કરવા માટે પ્લાન બનાવી ગેંગ સાથે લૂંટ કરી પલાયન થઇ જનાર ગેંગ લીડર તરીકે કામ કરતી વ્યક્તિ  કોઈ પુરુષ નહીં પણ એક 44 વર્ષીય ચાકો કાસ્ત્રો નામક મહિલા હતી.જેણે 2011 થી 2014 ની સાલ સુધી સતત લૂંટફાટ કરી તરખાટ મચાવી દીધો હતો.આ મહિલા પકડાઈ જતા તેના ઉપરના તમામ આરોપો પુરવાર થઇ ગયા હતા.તેને તથા તેની ગેંગના સભ્યોને સપ્ટેમ્બર 2019 માં સજા ફરમાવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)
  • બિહારમાં ભાજપ નેતાની ગળુ દાબી ક્રુર હત્યા : બિહારમાં ચંપારણ જીલ્લામાં ભાજપના એક નેતાની હત્યા કરી તેની દુકાનમાં લૂંટ ચલાવામાં આવી છેઃ કૃષ્ણા શાહ નામના ભાજપના નેતાને ગઇરાત્રે બેફામ માર મારી ગળુ દબાવી હત્યા થઇ છેઃ તેઓ નરેન્દ્રભાઇ મોદીની ખુબ નજીક હોવાનું મનાય છે access_time 4:05 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • રહેમ કરો સૂર્યદેવતા : રાજકોટ અગનભઠ્ઠી : ૪૨.૫ ડિગ્રી : માથુ ફાડી નાખે તેવા આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ બફારો યથાવતઃ શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા : બફારા વચ્ચે પરસેવો નિતરતા લોકો : ૨૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે access_time 3:48 pm IST