Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્વના હોદા ઉપર નિમણુંક : પ્રો. રોની ચેટરજી ચીફ ઈકોનોમિસ્ટ તરીકે, તથા સુશ્રી આરતી રાય વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદગી પામ્યા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્વના હોદા ઉપર નિમણુંક થઇ છે. જે મુજબ ડક યુનિવર્સીટીના પ્રો. રોની ચેટરજી ચીફ ઈકોનોમિસ્ટ તરીકે, તથા સુશ્રી આરતી રાય વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદગી પામ્યા છે.

પ્રોફેસર અને અર્થશાસ્ત્રી રોની ચેટરજી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કોમર્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે સેવા આપશે અને સેક્રેટરી ઓફ કોમર્સના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કાર્ય કરશે.

પ્રોફેસર રોની આ અગાઉ રાષ્ટ્રપતિ ઓબામાના વહીવટમાં કામ કરી ચુક્યા છે. તેઓ સ્પર્ધાત્મકતા, નવીનતા, વેપાર અને આર્થિક વિકાસ સંબંધિત નીતિઓ પર કામ કરશે.

જયારે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપવા માટે ડ્યુક લોની પ્રોફેસર આરતી કે રાયની નિમણૂક કરવામાં આવી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)