Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમેરિકામાં 2020 ની સાલની વસતિ ગણતરી માટેની છેલ્લી તારીખ લંબાવાઈ : કોરોના વાઇરસને કારણે હવે 14 ઓગસ્ટ 2020 સુધીમાં ફોર્મ ભરી શકાશે

વોશિંગટન : અમેરિકામાં દર 10 વર્ષે થતી વસતિ ગણતરી મુજબ આ વર્ષે એટલેકે 2020 ની સાલમાં વસતિ ગણતરી કરાશે જે દરમિયાન વોશિંગટન ,ન્યુયોર્ક ,ન્યુજર્સી ,સહિતના અમુક સ્ટેટમાં કોરોના વાઇરસના કેસ વધુ જોવા મળતા વસતિ ગણતરી માટેના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે.જે મુજબ હવે 14 ઓગસ્ટ 2020 સુધીમાં ફોર્મ ભરી શકાશે
          ઉપરાંત આ ફોર્મમાંથી ઇમિગ્રેશન સ્ટેટ્સ દૂર કરી દેવાયું છે.તેથી તમામ ઇન્ડિયન તથા એશિયન અમેરિકનોને અચૂક ફોર્મ ભરી દેવા ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા અનુરોધ કરાયો છે. જેથી નોંધાયેલા તમામ લોકોને આરોગ્ય ,શિક્ષણ ,ઇન્ફાસ્ટ્રકચર ,સહીત વિવિધ  ક્ષેત્રે  મળતા સરકારી લાભો કે જે વાર્ષિક 2 હજાર ડોલર થવા જાય છે.તેનો લાભ મળી શકે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)