Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય મૂળની ડેન્ટીસ્ટ મહિલા પ્રીતિ રેડ્ડીની હત્યા મામલે નવો વળાંકઃ પ્રીતિના પૂર્વ બોયફ્રેન્ડ ભારતીય મૂળના ડેન્ટીસ્ટ હર્ષના નારદે હત્યા કરી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસનું અનુમાન

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલી ભારતીય મૂળની ડેન્ટીસ્ટ મહિલા ૩૨ વર્ષીય પ્રીતિ રેડ્ડીની હત્યા મામલે પોલીસએ કરેલી તપાસ તેના પૂર્વ બોયફ્રેન્ડ ભારતીય મૂળના ડેન્ટીસ્ટ હર્ષ નારદે ઉપર કેન્દ્રિત થઇ છે.

આ પ્રેમી સાથે આગળ વધવાનો ઇન્કાર કરી અન્ય બોયફ્રેન્ડ સાથે ડેટીંગ કરી રહેલી પ્રીતિની લાશ તેના ગૂમ થયાના બીજા દિવસે એટલે કે સોમવારે તેની કારમાં પડેલી સુટકેશમાંથી મળી આવી હતી. જેના ઉપર ચપ્પુના અનેક ઘા જોવા મળ્યા હતા. પ્રીતિ અન્ય બોયફ્રેન્ડને ડેટીંગ કરી રહી છે તે જાણવા છતાં તેનો પૂર્વ બોયફ્રેન્ડ નારદે તેને મળવા ૪૦૦ કિ.મી. દૂરથી આવ્યો હતો. પરંતુ પ્રીતિએ તેની સાથે આગળ વધવાનો ઇન્કાર કરી પોતે બીજા બોયફ્રેન્ડ સાથે ડેટીંગ કર્યાનું જણાવ્યું હતું.

બાદમાં પ્રીતિ ગૂમ થઇ હતી. તથા તેની લાશ મળી આવી હતી. જો કે તેનો પૂર્વ બોયફ્રેન્ડ નારદે પણ બાદમાં કાર એકસીડન્ટથી મૃત્યુ પામ્યાનું જાણવા મળ્યું છે. જે કદાચ જાણી જોઇને કરાયું હોય તેવું પોલીસ સૂત્રોનું અનુમાન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)