Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ભારતમાં જન્મેલા રૂબિન બ્રધર્સ યુ.કે.ના બીજા નંબરના સૌથી વધુ શ્રીમંત બન્યાઃ મેટલ તથા પ્રોપર્ટી વ્યવસાય ક્ષેત્રે કાર્યરત

લંડનઃ ભારતમાં જન્મેલા ઇરાકી જેવિશ ફેમિલીના રૂબિન બ્રધર્સ યુ.કે.માં બ્રિટન ટેકસ હેવન ઇલાઇટના તાજેતરમાં બહાર પડેલા લીસ્ટમાં યુ.કે.ના બીજા નંબરના સૌથી વધુ શ્રીમંત તરીકે ઉભરી આવ્યા છે.

૧૯૫૦ની સાલમાં તેઓ ભારતથી બ્રિટન ગયા હતા. જયાં તેઓ મેટલ તથા પ્રોપર્ટી વ્યવસાય ક્ષેત્રે કાર્યરત છે. ૨૦૧૮ની સાલમાં તેઓ સન્ડે ટાઇમ્સ રીચ લીસ્ટ મુજબ ૧૫.૯ બિલીઅન પાઉન્ડ સાથે ૪થા સ્થાને હતા.

(8:09 pm IST)