Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

'માઇનોરીટી બિઝનેસ લીડર એવોર્ડ: યુ.એસ.ના ડલ્લાસ બિઝનેસ જર્નલએ બહાર પાડેલી ૨૦૧૯ની સાલની એવોર્ડ વિજેતા ૨પ વ્યકિતઓની યાદીમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ શેટ્ટી

ટેકસાસઃ યુ.એસ.ના ડલ્લાસ બિઝનેસ જર્નલએ બહાર પાડેલી ૨૦૧૯ની સાલની 'માઇનોરીટી બિઝનેસ લીડર એવોર્ડ' માટેની ૨પ વ્યાવસાયિકોની યાદીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ શેટ્ટીએ સ્થાન મેળવ્યું હતું.

શ્રી શેટ્ટી એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્રે કાર્યરત કંપની એસ.જી. બ્લોકસના ડીઝાઇનર તથા સંચાલક છે જેના નેજા હેઠળ પ્રજાજનોને પોષાય તેવી કિંમતે મકાનો બાંધવાનું કામ કરે છે. તેઓ ૨૦૧૬ન સાલથી કંપનીના ડીરેકટર બોર્ડમાં જોડાયેલા છે.

તેમણે ભારતની ઓસ્માનીઆ યુનિવર્સિટીમાંથી બેચરલ ડીગ્રી મેળવી છે તથા ડલ્લાસમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટેકસાસમાંથી MBA ડીગ્રી મેળવેલી છે. ૧૨ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ એનાયત થયેલા એવોર્ડ બદલ તેમણે હર્ષ વ્યકત કર્યો હતો.

(8:08 pm IST)