Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

W-Power ટ્રેઇલ બ્‍લાઝર': ભારતની અગ્રેસર ૨પ વ્‍યવસાયી મહિલાઓઃ ૮ માર્ચ ‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે' નિમિતે ફોર્બ્‍સ ઇન્‍ડિયાએ બહાર પાડેલી યાદી

નવી દિલ્‍હીઃ ‘W-Power ટ્રેઇલ બ્‍લાઝર' સુપ્રસિદ્ધ ફોર્બ્‍સ ઇન્‍ડિયાએ આવતીકાલ  ૮ માર્ચ ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે નિમિતે ભારતની અગ્રેસર ૨પ વ્‍યવસાયી મહિલાઓની યાદી બહાર પાડી છે. અલબત્ત આ યાદી તેમની વિશ્વવ્‍યાપી વ્‍યાવસાયિક સૂઝને ધ્‍યાનમાં લઇને બહાર પાડવામાં આવી છે. જેમાં કોણ પહેલું  કે બીજુ એવો ક્રમ નથી અપાયો પરંતુ તેમની માત્ર વ્‍યાવસાયિક ગુણવત્તાને જ ધ્‍યાનમાં રાખી સામુહિક લીસ્‍ટ બહાર પાડયું હોવાની સ્‍પષ્‍ટતા કરવામાં આવી છે.

ભારતની આ ૨પ અગ્રેસર વ્‍યાવસાયિક મહિલાઓ જુદા-જુદા વ્‍યવસાયો સાથે જોડાયેલી છે. જેમાં પુસ્‍તક પ્રકાશન ક્ષેત્રે સુશ્રી ચિકી સરકાર, Bblunt ફાઉન્‍ડર તથા ડીરેક્‍ટર સુશ્રી અદૂના ભાબાની, પબ્‍લીસીશ મીડિયાના CEO (ઇન્‍ડિયા) સુશ્રી અનુપ્રિયા આચાર્ય FIB સોલ લાઇફ ટેક્‍નોલોજીસના કો-ફાઉન્‍ડર સુશ્રી કવિથા સાંઇરામ, જે સાગર એસોસિએટ્‍સના જોઇન્‍ટ મેનેજીંગ પાર્ટનર્સ સુશ્રી દિના વાડીઆ તથા સુશ્રી શિવપ્રિયા નંદા સહિતના સ્‍ટાર વીમેનનો સમાવેશ થાય છે.

સમાજને નવો રાહ ચિંધનાર આ મહિલાઓની પસંદગી જ્‍યુરી દ્વારા કરાઇ હતી.

(11:09 pm IST)