Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

‘હોલી મુબારક': અમેરિકામાં વસતા ભારતીયોને હોલી પર્વની શૂભેચ્‍છા પાઠવતા રાજકીય આગેવાનોઃ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્‍નામૂર્તિ, ડો. એમી બેરા, કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, ગ્રેસ મેન્‍ગ, ડેમોક્રેટીક કોકસ ચેરમેન જો ક્રાઉલી સહિતનાઓએ શૂભેચ્‍છા પાઠવી

વોશિંગ્‍ટનઃ અમેરિકામાં વતનનો લોકપ્રિય તહેવાર ઉજવતા ભારતીયોને કોંગ્રેસમેન સહિતના અગ્રણીઓએ ‘શુભ હોલી'ની શૂભેચ્‍છા પાઠવી હતી.

ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા કિશ્‍નામૂર્તિ, કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, કોંગ્રેસમેન ડો. એમી બેરા, ડેમોક્રેટીક કોકસ ચેરમેન જો ક્રાઉલી, કોંગ્રેસ વુમન ગ્રેસ મેન્‍ગ તથા લિન્‍ડા સાન્‍ચેઝ સહિતના આગેવાનોએ શૂભેચ્‍છા પાઠવી હતી.

 

(9:45 pm IST)