Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

બ્રિટનની યુનિવર્સીટીઓમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી ભારતના સ્ટુડન્ટ્સની સંખ્યા : છેલ્લા એક જ વર્ષમાં ડબલ વધારો : અમેરિકાની કડક વિઝા પોલિસી અને બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા બાદ વર્ક વિઝા અપાતા હોવાનું મુખ્ય કારણ

લંડન : બ્રિટનમાં કૂદકે ને ભૂસકે ભારતના સ્ટુડન્ટ્સની સંખ્યા વધી રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જે મુજબ છેલ્લા એક જ વર્ષમાં આ સંખ્યા ડબલ થઇ જઈ એક લાખ ઉપરાંત થઇ જવા પામી છે.
આ માટેના મુખ્ય કારણોમાં અમેરિકાની કડક વિઝા પોલિસી તથા તેની સામે બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા પછી પણ બે વર્ષ માટે મળતા વર્ક વિઝા મુખ્ય કારણ હોવાનું જણાય છે.

 યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર (એશિયા-પેસિફિક) પ્રોફેસર રે પ્રીસ્ટના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ વધારો થવાની આશા છે. બ્રિટનના 120 મુખ્ય સંસ્થાનોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમાં 30 હજાર યુડબ્લ્યુઇ બ્રિસ્ટલમાં છે. તેને જોતા યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ ભારતમાં આ વર્ષે પોતાની કાયમી ઓફિસ ખોલી રહી છે. તે 500થી વધુ કોર્સ ઓફર કરી રહી છે.તેવું જાણવા મળે છે.

(12:28 pm IST)