Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

''હયુસ્ટન ઇન્ડિયા કોન્ફરન્સ'': યુ.એસ.માં ICCRના ઉપક્રમે યોજાઇ ગયેલી ૩જી વાર્ષિક કોન્ફરન્સઃ અમેરિકા તથા ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, અર્થશાસ્ત્રીઓ, પત્રકારો,તેમજ રાજકિય આગેવાનોની ઉપસ્થિતિઃ ભારત તથા ટેકસાસ વચ્ચેના વ્યાપાર સંબંધો વિકસાવવાનો હેતુ

હયુસ્ટનઃ અમેરિકામાં ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્શ (ICCR) હયુસ્ટનના ઉપક્રમે ૧૧ જાન્યુ ૨૦૧૯ના રોજ ત્રીજી વાર્ષિક હયુસ્ટન ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

આ કોન્ફરન્સમાં અમેરિકા તથા ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, અર્થશાસ્ત્રીઓ, પત્રકારો તેમજ રાજકિય પદાધિકારોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત અમેરિકાએ ભારતમાં રોકાણો કરવા તથા ભારત અને ટેકસાસ વચ્ચે વ્યાપાર સંબંધો વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

કોન્ફરન્સમાં અમેરિકા સ્થિત તથા ભારતની મળી ૮૦ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તથા રાજકિય અને કોમ્યુનીટી અગ્રણીઓ જોડાયા હતા. તથા હયુસ્ટન મેયર, ઇકોનોમિક એડવાઇઝર, ભારતની ફાયનાન્સ મિનીસ્ટ્રીના હોદેદારો સહિતનાઓએ ઉદબોધન કર્યુ હતું. તેવું ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.

(8:49 pm IST)