Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

‘‘ખુલ જા સિમસિમ'' : અબુધાબીમાં વસતા ભારતીય મૂળના સુનિલ નાયરને ૧ કરોડ દિરહામ (અંદાજે ૨૭ લાખ રૂપિયા) નો જેકપોટ : આ અગાઉ જાન્‍યુ. માસમાં અન્‍ય એક ભારતીયને ૩૨ લાખ રૂપિયાની લોટરી લાગ્‍યા બાદ ૨૦૧૮ની સાલનો બીજો બનાવ

દુબઇ : યુ.એ.ઇ.માં ૨૦૧૮ની સાલમાં સતત બીજો જેકપોટ મેળવવા અન્‍ય એક ભારતીય નસીબદાર બન્‍યા છે.

અબુધાબીમાં સેલ્‍સ એકઝીકયુટીવ તરીકે કામ કરતાં ભારતીય મૂળના સુનિલ મપટૃા કૃષ્‍ણન કુટૃી નાયરને આજ સોમવારે ૧ કરોડ દિરહામ એટલેકે ૨૭ લાખ રૂપિયાની લોટરી લાગી છે.

આ અગાઉ ગયા મહિને એટલેકે ૭ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભારતીય મૂળના હરિકૃષ્‍ણન વી. નાયરને ૩૨  લાખ ડોલરની લોટરી લાગી હતી. તેવું જાણવા મળે છે.

(10:07 am IST)
  • ફિલીપાન્સ સરકારે તસ્કરી કરી લાવેલ લકઝરી કારનો કૂરચો બોલાવ્યો : ફિલીપાન્સમાં રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેની સરકરે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરેલ બે ડઝનથી વધુ પોર્શા, મર્સિડીઝ, જગુઆર જેવી સ્પોર્ટસ અને લકઝરી કારને કચડાવી નાખી : સામાન્ય રીતે સરકાર જપ્ત કરેલી કારની નક્કિ કરેલ પ્રક્રિયા અનુસાર નિલામી કરે છે : ગયા વર્ષે ફિલીપાન્સ સરકારે રૂ.૧૮ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા access_time 3:31 pm IST

  • RBIના દરોમાં કોઈ પરિવર્તન નહીં, લોનની EMI ઘટશે નહીં : મુંબઈમાં ચાલી રહેલી રિઝર્વ બેન્કની નાણાંકીય સમિતિની બેઠક બાદ લેવાયો નિર્ણય : રિટેલ મોંઘવારી નવેમ્બર 2017માં 4.88 ટકા તથા ડિસેમ્બર 2015માં 3.41 ટકા પર હતી access_time 3:36 pm IST

  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST