Gujarati News

Gujarati News

News of Sunday, 4th February 2018

આફ્રિકાના જોહનીસબર્ગમાં સ્‍થાયી થયેલા ગુજરાતી મૂળના યુવાન રમીઝ પટેલની જામીન અરજીની સુનાવણી ૭ ફેબ્રુ.ના રોજઃ માતા તથા પત્‍નીની હત્‍યાના આરોપસર જેલવાસ ભોગવતા રમીઝએ જામીન અરજી કરી હતી

જોહનીસવર્ગઃ આફ્રિકાના જાહનીસબર્ગમાં સ્‍થાયી થયેલા ગુજરાતી મૂળના કિક બોકસર ૩૦ વર્ષીય રમીઝ પટેલ ઉપર તેની માતા તથા પત્‍નીની હત્‍યાનો આરોપ હોવાથી તે જેલમાં છે.

રમીઝએ માંગેલી જામીન અરજીની સુનાવણી પોલોકવાનેની કોર્ટએ સાત ફેબ્રુ.સુધી મુલતવી રાખતા તેને હજુ પણ જેલમાં રહેવું પડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની સાલમાં પત્‍ની ફાતિમાન હત્‍યા કરવાનો તથા ગયા વર્ષે માતા માહેઝીન બાનુ ઉપર ગોળીબાર કરી મોત નિપજાવવાનો રમીઝ ઉપર આરોપ છે. તેણે જામીન ઉપર છુટવા માટે કરેલી અરજીની સુનાવણી સાત ફેબ્રુ.ના રોજ થશે. 

(11:05 pm IST)