Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કેન્સર સંશોધન ક્ષેત્રે કાર્યરત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોનું બહુમાન

એટલાન્ટાઃ તાજેતરમાં અમેરિકન એશોશિએશન ઓફ ઇન્ડિયન સાયન્ટીસ્ટસ ઇન કેન્સર રિસર્ચની ૨૬મી વાર્ષિક મીટીંગ હિલ્ટોન ગાર્ડન મુકામે મળી હતી. જેમાં કેન્સર રિસર્ચ ક્ષેત્રે યોગદાન આપનાર ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટસનું બહુમાન કરાયું હતું.

એવોર્ડ સાથે સન્માનિત કરાયેલા આ સંશોધકોમાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ કેટેગરીમાં કોએલિના ગાંગુલી, તથા મહેદી ચેબ, પોસ્ટ ડોકટરલ ક્ષેત્રે ડો.રિઝવાન અહમદ તથા ડો.સીમા ચુધ, અને જુનિઅર ફેકલ્ટીમાં સમાવિષ્ટ ડો.શ્યામ ન્યાતિનો સમાવેશ થતો હતો.

આ તકે સુપ્રતિષ્ઠિત કેન્સર રિસચર્સ, ઓન્કોલોજીસ્ટસ, પેથોલોજીસ્ટસ, સહિતના તબીબોએ હાજરી આપી હતી. એવોર્ડ ડો.ક્રિશન કાલરા મારફત સ્પોન્સર કરાયા હતા.

(9:20 pm IST)