Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

'' રામ રાખે તેને કોણ ચાખે'' પર્વત ઉપરથી પ૦૦ ફૂટ નીચે ગબડવા છતાં ચમત્કારીક બચાવઃ કેનેડા સ્થિત ભારતીય મૂળના પર્વતારોહક ૧૬ વર્ષીય ગુરબક્ષસિંઘને સામાન્ય ઇજા

 કેનેડામાં સ્થાયી થયેલા ભારતીય પરિવારનો ૧૬ વર્ષીય તરૃણ ગુરબક્ષસિંઘ મિત્રો સાથે યુ.એસ. પિક ખાતે પર્વતારોહણ માટે ગયો હતો. જયાં પ૦૦ ફુટ ઉંચે સુધી ચડયા બાદ બરફ ઉપરથી લપસી જવાથી નીચે પટકાયો હતો. જે દરમિયાન તેણે હાથમાં રહેલી કુહાડી બરફમા ઘૂસાડી બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી. આખરે નીચે પડતી વખતે હેલ્મેટ પહેરેલી હોવાથી માથું બચી ગયુ હતુ. બાકીના અંગોમાં સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર લઇ મુકત થઇ ગયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:49 pm IST)