Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

છેલ્લા 2 માસમાં ભારતમાં વસતા 445 બાંગ્લાદેશી નાગરિકો વતનમાં પરત ફર્યા : નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ( NRC ) ના કારણે પકડાઈ જવાનો ડર : બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ ડિરેક્ટર જનરલ શફીનુલ ઇસ્લામએ પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

ઢાકા : બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ ડિરેક્ટર જનરલ શફીનુલ ઇસ્લામએ પત્રકાર પરિષદમાં આપેલી માહિતી મુજબ નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ( NRC ) ના કારણે છેલ્લા 2 માસમાં ભારતમાં વસતા 445 બાંગ્લાદેશી  નાગરિકો વતનમાં પરત ફર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારત બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર ઓળંગી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ 2019 ની સાલમાં કુલ એક હજાર જેટલા બાંગ્લાદેશના નાગરિકો પકડાયા હતા. જે પૈકી  છેલ્લા 2 માસમાં  445 નાગરિકો પ્રવેશવાની કોશિષ કરવા બદલ પકડાયા હતા.

(12:21 pm IST)