Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

UAE માં વસતા ભારતીયોએ CAA વિરુધ્ધ દેખાવો કર્યા : નવો નાગરિકતા કાનૂન સમાજનું વિભાજન કરનારો

અબુધાબી : UAE માં વસતા ભારતીયોએ ભારતમાં નવા લાગુ કરાયેલા નાગરિકતા કાનૂન ( CAA ) વિરુધ્ધ ભારતીય દૂતાવાસ સમક્ષ વિરોધ વ્યક્ત કરવા દેખાવો કર્યા હતા જે અંતર્ગત દેખાવોમાં શામેલ લોકોએ દૂતાવાસ કચેરીને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવાયા મુજબ નવો કાનૂન દેશને વિભાજીત કરનારો તથા દ્વેષપૂર્ણ છે.

દેખાવકારોએ જણાવ્યું હતું કે તેઓને ભારત સ્થિત તેમના પરિવારની ચિંતા છે.ઇન્ટરનેટ બંધ હોવાથી પરિવારના લોકો સાથે વાતચીત પણ થઇ શકતી  નથી.દેશમાં ઠેર ઠેર દેખાવો થઇ રહ્યા છે તેથી વહેલી તકે આ કાનૂન રદ કરવા આવેદનપત્ર આપ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:51 am IST)