Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઓસ્ટ્રેલિયામાં વસતા શીખ દંપતિનું પ્રસંશનીય કૃત્યઃ દાવાનળથી અસરગ્રસ્ત લોકોને વિનામૂલ્યે ભોજન પુરૂ પાડવાની સેવા

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાના ઇસ્ટ જીપ્સલેન્ડ વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળથી બે ઘર થયેલા લોકોની વહારે એક શીખ દંપતિ આવ્યું છે.

રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા આ શીખ દંપતિ શ્રી કંવલજીત સિંઘ તથા શ્રીમતિ કમલજીત કૌરએ આ અસર ગ્રસ્તોને વિનામૂલ્યે ભોજન પુરૂ પાડવાની સેવા શરૂ કરી છે. તેમના આ ભગીરથ કાર્યમાં મેલબોર્ન સ્થિત ચેરીટી તથા શીખ વોલન્ટી અર્સનો સહયોગ મળી રહ્યો છે.

(8:49 pm IST)