Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ ભારતના સુપ્રસિદ્ધ ગાયક મન્નાડેની 100 મી જન્મજયંતિ : ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ.ના ઉપક્રમે સંયુક્તા સેન દિગ્દર્શિત ક્લાસિકલ સંગીત સંધ્યા પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરાશે

ન્યુયોર્ક : આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ ભારતના સુપ્રસિદ્ધ ગાયક મન્નાડેની 100 મી જન્મજયંતિ છે.પદ્મભૂષણ વિભૂષિત આ મહાન પ્લેબેક સિંગરની સ્મૃતિમાં  ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ.ના ઉપક્રમે સંયુક્તા સેન દિગ્દર્શિત ક્લાસિકલ સંગીત સંધ્યા પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરાશે જેમાં જુદા જુદા કલાકારો અને સ્ટુડન્ટ્સ વિવિધ કૃતિઓ રજુ કરશે

રોમાન્ટી ઓડિટોરિયમ, 305, 7મો એવન્યુ,17 મો ફ્લોર,ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે 5 વાગ્યાનો રહેશે જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.વિશેષ માહિતી કોન્ટેક ન.212-989-8383 ,અથવા 347-295-7726 દ્વારા અથવાwww.bhavanus.org   દ્વારા મળી શકશે તેવું ભવનની યાદીમાં જણાવાયું છે.

(12:46 pm IST)
  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST

  • 2014 થી 2019 ની સાલ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં 61 લાખ ઉપરાંત ગર્ભપાતના કિસ્સા : લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેનો લેખિત જવાબ access_time 8:08 pm IST

  • હૈદ્રાબાદના પોલીસ એન્કાઉન્ટર સામે મેનકા ગાંધીનો પ્રચંડ રોષઃ પૂર્વ કેબીનેટ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે જે કાંઈ થયુ છે તે દેશ માટે ખૂબ જ ભયાનક થયુ છેઃ તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહિં. કોર્ટે આરોપીઓને કોઈપણ ભોગે ફાંસીએ લટકાવ્યા હોત. કાયદાની જરૂરી પ્રક્રિયાઓ : પહેલા જો તમે એને ગોળીએ દેશો તો અદાલતો, કાનુન અને પોલીસની શું જરૂર રહેશે? access_time 12:55 pm IST