Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

''અમેરી સેવા'' : બેસ્લેમમાં આવેલી કોમ્યુનીટી સેવા માટે કાર્યરત સંસ્થાઃ થેંકસ ગીવીંગ ડે નિમિતે ફુડ પેકેટસનું વિતરણ કર્યુઃ ૨૫ જાન્યુ ૨૦૨૦ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે

બેસલેમમાં આવેલી અમેરીસેવા સંસ્થા ૧૫ વર્ષથી કોમુનીટી સેવામા કાર્યરત છે. આ સંયા કોમ્યુનીટી માટે જુદા જુદા પ્રોજેકટ કરે છે અને જુદી જુદી સંથાઓ સાથે મળી કાર્યરત રહે છે. આ યૈકસગીવિંગ નિમિતે જરૃરિઅત્મન્દ લોકોને ફુડ પેકેટ વિતરણ કરાય જેમાં આશરે ૧૦૦ લોકોઆ લાભા લીધો. આ ફુડ પેકેટમાં ૯ થી ૧૦ અટેમો જેમાં કે સીરીયલ, હેમાંબેર્ગર મેક્રોની અને ચીઝ, પાસ્તા,પાસ્તા સોશ,રઇસ, પીનાતાબતર, કોરોન અને વેજીટેબલ કેન, હેમાંબર્ગર હેલ્પર, કોઇ સંથાને ફૂડ પેકટ વિતરણ કરવાની ઇચ્છા ધરાવતી હોય તો શશીકાંત પરીખનો ફોન ૨૧૫-૭૬૮-૦૦૧૫-૫૨ સંપર્ક સંદ્રવો.

આ ઉપરાંત દર મહિનાના બીજા ગુરૃવારે લંચ જરૃરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. જાન્યુઆરી ૨૫,૨૦૨૦ના રોજ ભારતીય પ્રજાસતાક દિનની ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામમમાં બધાને આવકારવામાં આવે છે. આ પ્રોગ્રામમાં પ્રવેશ ફી નથી તેમજ પ્રોગ્રામ પછી ભોજન વિના મૂલ્યે આપવાની વ્યવસ્થા છે. જે કોઇ વ્યકિત કે સંસ્થાને કલ્ચરલ પ્રોગ્રામ રજુ કરવો હોય તો અંકિત પરીખને ૩૧ ડીસેમ્બર પહેલા Emil:ankit@ameriseva.org પર સંપર્ક કરવો તેવું શ્રી શશિકાંત પરીખની યાદી જણાવે છે.

(8:49 pm IST)