Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

CNN ના રાજકીય વિશ્લેષક ઇન્ડિયન અમેરિકન શ્રી પીટર મેથ્યુ કેલીફોર્નીઆમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડશે

કેલિફોર્નિયા : CNN ના રાજકીય વિશ્લેષક ઇન્ડિયન અમેરિકન શ્રી પીટર મેથ્યુએ કેલીફોર્નીઆના 47 માં ડિસ્ટ્રીક્ટમાંથી  કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શ્રી મેથ્યૂની કમપેન ટીમના જણાવાયા મુજબ 2020 ની સાલમાં યોજાનારી પ્રાઈમરી ચૂંટણીમાં તેઓ કોર્પોરેટ કંપનીઓ નહીં પરંતુ લોકો પાસેથી ફંડ ભેગું કરી ચૂંટણી લડવા માંગે છે.

તેઓ  CNN ,CNN ઇન્ટરનેશનલ ,Sky ન્યુઝ યુ.કે.તથા BBC રેડીઓ સહીત જુદા જુદા મીડિયા સાથે જોડાયેલા છે.તેમજ સાઇપ્રસ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.સરકારી તથા પ્રાઇવેટ ક્ષેત્રે રોજગારી વધારવાના મુખ્ય હેતુ સાથે તેમણે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.

 

(12:52 pm IST)
  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST

  • સુરત : રૂ. ૧૦ હજારની લાંચ લેતા પાંડેસરાના હેડ કોન્સ્ટેબલ વિજય રાવલને ઝડપી પાડતી એસીબી : રૂ. રપ હજારની લાંચ સામે અગાઉ ૧પ હજાર ચુકવાઇ ગયા રૂ.૧૦ હજાર લેતા ઝડપાયા access_time 3:39 pm IST

  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST