Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે : 2 સપ્તાહના રોકાણ દરમિયાન કેલિફોર્નિયા અને ભારતના પાંચ રાજ્યો વચ્ચે આર્થિક,સામાજિક,તથા રાજકીય સબંધો વધારવા વાટાઘાટ કરશે

કેલિફોર્નિયા : ભારત સાથેના  સબંધો વધુ મજબૂત કરવા માટે અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ડેમોક્રેટ એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લઇ રહ્યું છે. આ પ્રકારનું આ સૌપ્રથમ પ્રતિનિધિ મંડળ હોવાનું માનવામાં આવે છે.

 બે સપ્તાહ સુધી ભારતમાં રોકાણ કરનારા આ પ્રતિનિધિ મંડળમાં શ્રી આશ કાલરા  ઉપરાંત અન્ય 6 એસેમ્બલીમેન પણ જોડાશે જેને એસેમ્બલી સ્પીકરએ માન્યતા આપી છે તેઓનો પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થઇ ગયો છે.તેઓ ન્યુદિલ્હી,હૈદરાબાદ,વિજયવાડા,મુંબઈ તથા પંજાબની મુલાકાત લેશે તથા કેલિફોર્નિયા સાથેના રાજકીય,આર્થિક,તેમજ સામાજિક વિકાસ માટે દ્વિપક્ષીય સબંધો માટે વાટાઘાટો કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:54 am IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST