Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભારતનું ગૌરવ અમેરિકામાં ઝળહળ્યું: મીરા કણસાગરાને 'ટવેન્ટી ઇન ધેર ટવેન્ટી' એવોર્ડ

ર૦ વર્ષની ઉંમરમાં મેળવેલ સિદ્ધિઓ બદલ યુટા સ્ટેટ બિઝનેસ મેગેઝીન દ્વારા એનાયત

રાજકોટ, તા. ૬ : અમેરિકાના યુટા સ્ટેટ બિઝનેસ મેગેઝીને મીરા કણસાગરાને 'ટવેન્ટી ઇન ધેયર ટવેન્ટી' પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનીત કરાતા અમેરિકામાં ભારતીય ગૌરવ ઝળહળી ઉઠયું છે.

ભારતથી બાળપણમાં માતા-પિતા સાથે અમેરિકા સ્થાયી થવા આવેલ મીરા મહેશ કણસાગરાએ તેની ધગશ અને આત્મ સુઝથી માત્ર ર૦ વર્ષની નાની ઉંમરમાં જ માસ્ટર્સ ઇન એકાઉન્ટીંગની પદવી મેળવી.

યુટા સ્ટેટ બિઝનેસે મેગેઝીન તરફથી વીસ વર્ષની ઉંમરમાં મેળવેલ અદ્ભૂત સિદ્ધિઓ માટે માત્ર ર૦ વિદ્યાર્થીઓને જ પસંદ કરી 'ટવેન્ટી ઇન ધેયર ટવેન્ટી' એવોર્ડથી સંમાનિત કરવામાં આવે છે.

આ વર્ષે મીરા કણસાગરાનું આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરવામાં આવેલ છે. માતૃભૂમિથી અનેક પ્રતિકુળ સંજોગોથી નિરાશ થઇ નહિ, પરંતુ તેને પડકાર સમજી સખ્ત પરિશ્રમથી વીસ વર્ષની નાની ઉંમરમાં જ માસ્ટર્સ ઇન એકાઉન્ટીંગ પુરૂ કર્યું. તેમના માતા શ્રીમતિ મીનાબહેન તથા પિતા મહેશભાઇ કણસાગરાનો તેને સહકાર તથા માર્ગદર્શન સતત મળતા રહ્યા.

મીરા કણસાગરાની આ સિદ્ધિ ભારતવાસીઓ તથા કણસાગરા પરિવાર માટે ગૌરવની વાત બની રહી હોય ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું ડો. પ્રદીપ કણસાગરા (CELL-90952 56115 (USA))ની યાદીમાં જણાવાયું છે.

(5:32 pm IST)