Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

‘‘૨૦૧૭ ટોપ ડોકટર ઇન શિકાગો'': અમદાવાદની NHL મ્‍યુનિસિપલ મેડીકલ કોલેજના ગ્રેજ્‍યુએટ મહિલા ડો.મોહસીના લાલીવાલાનું શિકાગોમાં સન્‍માનઃ છેલ્લા ૮ વર્ષથી ‘‘પેશન્‍ટ કેર'' ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ કરાયેલી કદર

શિકાગોઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન  અમેરિકન ઇન્‍ટરનલ મેડીસીન ફીઝીશયન મહિલા ડો.મોહસીના લાલીયાલાને ‘‘૨૦૧૭ ટોપ ડોકટર ઇન શિકાગો ઇલિનોઇસ એવોર્ડથી સન્‍માનિત કરાયા છે.

નોર્થ સ્‍ટોર યુનિવર્સિટી હેલ્‍થ સિસ્‍ટમમાં સેવાઓ આપતા ડો.મોહસીના પેશન્‍ટ કેર માટે વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ એવોર્ડથી સન્‍માનિત કરાયા છે. જયાં તેઓ છેલ્લા ૮ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે.

તેમણે અમદાવાદની NHL મ્‍યુનિસિપલ મેડીકલ કોલેજમાંથી ગ્રેજ્‍યુએશન કરી ઇન્‍ટરશીપ કરેલી છે તથા શિકાગોની મર્સી હોસ્‍પિટલ એન્‍ડ મેડીકલ સેન્‍ટરમાં રેસિડન્‍સી પૂર્ણ કરી છે. તેઓ અમેરિકન બોર્ડ ઓફ ઇન્‍ટરનલ મેડીસીન દ્વારા અધિકૃત થયેલા છે.

 

(11:14 pm IST)