Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અમેરિકામાં બોટીંગ માટે નીકળેલી ભારતીય મૂળની મહિલા ૪૯ વર્ષીય રોહિના ભંડારીનું કરૂણ મોતઃ કોસ્‍ટા રિકન ટાપુ ઉપર ૩૦૦ માઇલ દૂર પાર્કમાં બોટીંગ સમયે વ્‍હેલ માછલીએ હુમલો કર્યો

મેનહટનઃ યુ.એસ.ના પેસિફીક મહાસાગરમાં આવેલા કોસ્‍ટા રિકન ટાપુ ઉપર બોટમાં સહેલગાહ માટે નીકળેલી ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૪૯ વર્ષીય રોહિના ભંડારી ઉપર વિશાળકાય શાર્ક માછલીએ હુમલો કરતા તેનુ કરૂણ મોત નીપજ્‍યુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અમેરિકામાં પ્રાઇવેટ ઇકવીટી ડીરકેટર તરીકે મેનહટનમાં કાર્યરત સુશ્રી રોહિના ૩૦ નવેં.ના રોજ કોસ્‍ટા રિકન ટાપુ ઉપર ૩૦૦ માઇલ જેટલે દૂર સહેલાગાહ માટે ડાઇવીંગ ગાર્ડ ૨૬ વર્ષીય યુવાન સાથે નીકળેલ ત્‍યારે તીક્ષ્ણ દાંત ધરાવતી વ્‍હેલ માછલીએ હુમલો કર્યો હતો. જે તેના મોતમાં પરિણમ્‍યો હતો. ડાઇવીંગ ગાર્ડને પણ ઇજાઓ થઇ છે. જે હોસ્‍પિટલમાં છે તેવું જાણવા મળે છે

 

(11:05 pm IST)