Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

શિકાગોમાં ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસીએસન ઓફ શિકાગોના ભૂતપૂર્વ પ્રમુખ ઇન્દ્રજીત જે.પટેલના ધર્મપત્ની ડોલીબેન ઉર્ફે રેણુકાબેન પટેલનું લાંબી માંદગીના અંતે મિરિસીપી રાજયના ગોલ્ફપોર્ટ ટાઉનમાં નિધન થતાં ભારતીય સમાજના પરિવારના સભ્યોમાં પ્રસરેલી ઘેરા શોકની લાગણીઓઃ સ્વર્ગસ્થની અંતિમ વિધિ રજી ડીસેમ્બરને શનિવારે બપોરે દોઢ વાગ્યાથી બિલોક્ષી ટાઉનમાં આવેલ રેમન ફેમીલી ફયુનરલ હોમમાં કરવામાં આવશેઃ શિકાગોમાં છેલ્લા ૧૭ વર્ષથી વસવાટ કરતા હતા અને અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ મિસીસીપી રાજયના ગોલ્ફપોર્ટ ટાઉનમાં આવેલ મેમોરીયલ હોસ્પીટલ ઓફ ગોલ્ફ પોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પીટાલીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. ઇન્દ્રજીત જે. પટેલના ધર્મપત્ની ડોલીબેન ઉર્ફે રેણુકાબેન પટેલું ૨૭મી નવેમ્બરના રોજ લાંબી માંદગી બાદ અવસાન થતાં મિસીસીપી રાજય તથા શિકાગોમાં વસવાટ કરતા ભારતીય પરિવારો તથા શુભેચ્છકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ડોલીબેન ઉર્ફે રેણુકાબેન પટેલ મુળ ઉત્તર ગુજરાતના મહેસાણાના રહીશ હતા અને તેઓ સને ૧૯૮૮ની સાલમાં અમેરીકામાં આવ્યા હતા અને સને ૧૯૯૭ થી ૨૦૧૪ના વર્ષ સુધીના સમયગાળા દરમ્યાન એમ ૧૭ વર્ષ સુધી શિકાગોમાં રહ્યા હતા અને ત્યાર બાદ તેઓ મિસીસીપી રાજયના ગોલ્ફપોર્ટ ટાઉનમાં રહેવા માટે ગયા હતા અને ત્યાં આગળ લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું હતું.

સ્વર્ગસ્થ ડોલીબેન ઉર્ફે રેણુકાબેનની રજી ડીસેમ્બર ૨૦૧૭ને શનિવારના રોજ બપોરે ૧ઃ૩૦ વાગ્યાથી બિલોક્ષી ટાઉનમાં આવેલ રેમન ફેમીલી ફયુનરલ હોમમાં અંતિમ વિધિ કરવામાં આવશે.

આ અંગે સ્વ.ડોલીબેનનના પૂત્રો તથા પૂત્રી પાર્થ પટેલ, સ્નેહા પટેલ તેમજ અલોક પટેલે જણાવ્યુ છે કે પોતાની માતુશ્રીની યાદમાં જે વ્યકિતઓ ફુલો મોકલવાના બદલે તેટલી રકમ પેન્ક્રીઆટીક કેન્સરના સંશોધન ક્ષેત્રે લુસ્ટગાર્ટેન ફાઉન્ડેશન ચેરીટીનું કાર્ય કરે છે તેને મોકલવા વિનંતી કરેલ છે.

ડો.ઇન્દ્રજીત પટેલ પોતાના પરિવારના સભ્યો સાથે છેલ્લા ૧૭ વર્ષથી શિકાગોમાં વસવાટ કરતા હતા અને તેઓ FIA શિકાગોના ભૂતપૂર્વ પ્રમુખ, તથા શિકાગોમાં આવેલ અનેક સામાજીક સાથે સંકળાયેલા હતા અને તેમણે ભારતીય સમાજના લોકોની અનેક પ્રકારની સેવાઓ કરી હતી.

ડોલીબેનના નિધનના સમાચારો શિકાગો વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં શિકાગોના ભારતીય સમાજના સભ્યોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

 

(6:40 pm IST)