Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

''ટર્ન યોર બેક'': લંડનમાં દિવાળી પર્વની ઉજવણી પ્રસંગે શુભેચ્છા પાઠવવા આવેલા મેયર સાદિક ખાનનો વિરોધ કરાયોઃ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર થવાથી અમુક પાકિસ્તાની સમર્થકોએ કરેલા તોફાનો ડામવામાં નિષ્ફળ નિવડેલા મેયર પ્રત્યે નારાજગી વ્યકત કરી

લંડનઃ કાશ્મીરમાંથી ૩૭૦ મી કલમ હટાવી લેવાના ભારત સરકારના પગલાના વિરોધમાં લંડનમાં પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો તથા અશાંતિ ફેલાવવા કરાયેલા પ્રયત્નોથી સ્થાનિક ભારતીયોમાં રોષનું મોજુ ફરી વળ્યુ હતું. તેથી મેયર સાદિક ખાન ટ્રાફાલ્ગર સ્કવેર મુકામે દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે શુભેચ્છા પાઠવવા આવ્યા ત્યારે સહુએ ટર્ન યોર બેક રરી વિરોધ નોંધાવ્યો હતો. તથા સ્ટેજ તરફ પીઠ રાખી હાથમાં ત્રિરંગો ધ્વજ ધારણ કરી કાળા કપડા પહેરી લંડનમાં શાંતિ જાળવવામાં નિષ્ફળ નિવડેલા મેયર વિરૂધ્ધ શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)