Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

''ઉપકાર ફાઉન્ડેશન'': યુ.એસ.માં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા તેજસ્વી ભારતીય યુવાનોને સ્કોલરશીપ આપતી સંસ્થાઃ૨૦૧૯ની સાલ માટે ૮ સ્ટુડન્ટસની પસંદગી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન તેજસ્વી યુવાનોને કોલેજની શિક્ષણ ફી પુરી પાડતી નોનપ્રોફિટ સંસ્થા 'ઉપકાર ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૦૧૯ની સાલમાં ૮ યુવાનોને સ્કોલરશીપ માટે પસંદ કરાયા છે.

આ આઠ યુવાઓ પૈકી કુંઙભ સ્કોલરશીપ માટે દિયા મેથ્યુ, ઇશિકા પટેલ, તથા કવિથા રાવ, બોબ એન્ડ મની સ્કોલરશીપ માટે આશલે કોશી ઇન્ડિયા ડેવલપમેન્ટ એન્ડ રિલીફ ફંડ સ્કોલરશીપ માટે અબ્લુમ વહોરા, તથા કૌશલ્ય બુટેલ સ્કોલરશીપ માટે હિત પટેલ તેમજ ટેકસબુક સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા ૨ યુવાઓમાં માલિવાકા શ્રીધર તથા રિયા ગોયલનો સમાવેશ થાય છે.

ઉપરાંત ૨૦૧૮ની સાલમાં પસંદ કરાયેલા સ્કોલર્સની સ્કોલરશીપ ૨૦૧૯-૨૦૨૦ માટે પણ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.

(7:59 pm IST)