Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમદાવાદથી ડાયરેક્ટ બેંગકોક : થાઈ એરવેઝની સબસિડરી કંપની થાઈ સ્માઈલ એરલાઈન્સના ઉપક્રમે 29 ઓક્ટોબરથી ફ્લાઇટ શરૂ કરાશે

અમદાવાદ : ગુજરાતીઓના થાઈલેન્ડ પ્રવાસ માટેના ધસારાને ધ્યાને લઇ શરૂ   થાઈ એરવેઝની સબસિડરી કંપની થાઈ સ્માઈલ એરલાઈન્સના ઉપક્રમે 29 ઓક્ટોબરથી ફ્લાઇટ શરૂ કરાશે

આ કંપની ભારતના  6 શહેર ગયા, વારાણસી, જયપુર, લખનઉ, મુંબઈ અને કોલકાતાથી બેંગકોકની સીધી ફ્લાઈટ ઓપરેટ કરે છે. હવે અમદાવાદ દેશનું સાતમું શહેર બનશે જ્યાંથી એરલાઈન્સ સીધી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદથી હાલ આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે અને પ્રવાસીઓનો સારો પ્રતિભાવ મળશે તો આગામી દિવસોમાં તેને ડેઈલી કરી દેવામાં આવશે. આ ફ્લાઈટમાં પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં 12 સીટ તેમજ ઇકોનોમી ક્લાસમાં 156 સીટ હોવાથી તમામ પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહેશે. પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસી 40 કિલોગ્રામ સુધી તેમજ ઇકોનોમી ક્લાસમાં 30 કિલોગ્રામ સુધી લગેજ ફ્રીમાં લઈ જઈ શકાશે. વધુમાં આ ફ્લાઈટ રાતે અમદાવાદથી ઉપડી સવારે બેંગકોક પહોંચતી હોવાથી ત્યાંથી યુરોપ સહિત અન્ય દેશોની આગળની મુસાફરી કરવા માંગતા પ્રવાસીઓને પણ કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળી રહેશે.ફ્લાઈટનું  રિટર્ન ભાડું 11700 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે. ફુલ સર્વિસ કેરિયર મનાતી આ એરલાઈન્સ દ્વારા મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં જ ચા-કોફી, નાસ્તો તેમજ વેજ-નોનવેજ, ઇન્ડિયન તેમજ થાઈ ફૂડની સાથે તેમજ ડ્રિંક્સ ફ્રી આપવામાં આવશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)