Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

દુબઈમાં ગેસ પાઈપલાઈન ફાટવાથી ભારતીય મૂળના આધેડ વ્યવસાયીનું કરૂણ મોત

દુબઇ : દુબઈમાં શનિવાર 28 સપ્ટેમ્બરના રોજ રાંધણ ગેસની પાઈપલાઈનના રીપેરીંગ વખતે અચાનક ધડાકો થવાથી અને પાઈપલાઈન ફાટવાથી એક ભારતીય મૂળના આધેડ વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.વી.કે.તરીકે ઓળખાયેલ વ્યક્તિ ભારતના લખનૌની રહેવાસી છે.તથા તેમના પત્ની અને બંને પુત્રીઓ સાથે દુબઈમાં નિવાસ કરતા હતા.તેઓ પોતાની 16 વર્ષીય પુત્રીને ટ્યુશનમાંથી ઘેર લાવ્યા ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા રાંધણ ગેસના રીપેરીંગ કામ સમયે અચાનક ધડાકો થઇ પાઈપલાઈન ફાટતા બાજુમાં આવેલા તેમના એપાર્ટમેન્ટની એક છત તૂટી ગઈ હતી જે તેમના ઉપર પડતા મોત નીપજ્યું હતું તેમની પુત્રીને પણ પગમાં ઇજા થઇ હતી.કુલ 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાથી અને એક વ્યક્તિનું મોત નિપજતા શોક છવાઈ ગયો હતો.

(5:27 pm IST)