Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના હેલ્થ એન્ડ વેલ્ફેર મિનિસ્ટર શ્રી જે.પી. નડ્ડાનું ન્યુજર્સીમાં સ્વાગતઃ OFBJP, TV ASIA તથા ભારતીય અમેરિકન અગ્રણીઓ દ્વારા સત્કાર સમારોહ યોજાયો

 (દિપ્તીેબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ તાજેતરમાં ભારતના હેલ્થ એન્ડ વેલ્ફેર મિનીસ્ટર શ્રી જે.પી. નડ્ડા અમેેરિકાના પ્રવાસે ગયા હતા. જયાં ર૪ સપ્ટે. ના રોજ TV ASIA ઓડીટોરીયમ, એડિસન ન્યુજર્સી મુકામે તેમનો સત્કાર સમારોહ યોજાયો હતો.

OFBJP, TV ASIA તથા ભારતીય અમેરિકન કોમ્યુનીટી આયોજીત આ સત્કાર સમારોહમાં શ્રી નડ્ડાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોંચીગ કરાયેલી વિશ્વની સૌથી મોટી એવી આયુષ્યમાન ભારત યોજના વિષ્ેા માહિતી આપી હતી. તથા મોદી સરકાર દ્વારા પ્રજાના લાભાર્થે શ રૃ કરાયેલી જુદી જુદી યોજનાઓ જેવી કે બેકીંગ, સોશ્યલ સિકયુરીટી, ઇન્સ્યુરન્સ તથા હેલ્થકેર વિષે જાણકારી આપી હતી.

આ તકે કોમ્યુનીટી અગ્રણીઓ TV ASIA ચેરમેન અને  CEO  શ્રી એચ.આર. શાહ  OFBJP  પ્રેસિડન્ટ શ્રી ક્રિષ્ના રેડ્ડી  અનુગુલા, તથા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી જયેશ પટેલ, અમેરિકન પેઇન એસોશિએશનના ડો. સંજય ગુપ્તા, સહિત ૩૦૦ જેટલા અગ્રણીઓએ હાજરી આપી હતી. તથા ઉપરોકત મહાનુભાવોના હસ્તે શ્રી જે.પી. નડ્ડાને ર૦૧૯ ની સાલમાં યોજાનારા કુંભ મેળા તથા પ્રવાસી ભારતીય દિવસની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્ય સાથે TV ASIA ન્યુઝ દ્વારા જાણવા મળે છે. 

(9:24 pm IST)