Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કરતારપુર કોરિડોર ખુલ્લો મુકવાથી પાકિસ્તાન થઇ જશે માલામાલ : ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વભરમાંથી શીખ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે : દર્શનાર્થીઓ પાસેથી વ્યક્તિ દીઠ 3120 રૂપિયા ફી વસુલાશે

ઇસ્લામાબાદ : વગર વિઝાએ ભારત તથા પાકિસ્તાન વચ્ચે આવનજાવન માટે ખુલ્લા  મુકાનારા કરતારપુર કોરિડોર દ્વારા પાકિસ્તાન સરકાર માલામાલ થઇ જશે.

શીખોના ધર્મસ્થાન ગણાતા પાકિસ્તાનના નાનકાના સાહેબ મુકામે નવેમ્બર માસથી વિશ્વભરના શીખોનું આગમન શરૂ થઇ જશે.ગુરુ નાનક દેવની જન્મભૂમિ નાનકાના સાહેબ ખાતે તેમની 550 મી જન્મ જયંતિ ઉજવાશે જે નિમિત્તે દરરોજ 5 હજાર જાત્રાળુઓને કરતારપુર કોરિડોર મારફત વગર વિઝાએ પાકિસ્તાન જવા દેવાશે જે માટે વ્યક્તિ દીઠ 20 અમેરિકન ડોલર ચાર્જ કરાશે

પાકિસ્તાનમાં એક અમેરિકન ડોલરનો ભાવ 156 રૂપિયા છે.જે 20 ડોલરના 3120 રૂપિયા લેખે પાકિસ્તાન સરકારને એક જાત્રાળુ દીઠ આવક થશે જે આખું વર્ષ ઉજવાનારી ગુરુ નાનક દેવની જન્મજયંતીને કારણે કરોડો અને અબજો રૂપિયાની આવક કરાવશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)