Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ન્યુયોર્ક હાઇવે ઉપર ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત : કારમાં બેઠેલી ભારતીય મૂળની મહિલા તથા તેના બંને બાળકોનું કરૂણ મોત


ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્ક હાઇવે ઉપર સોમવારે  ટ્રેકટર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થવાથી કારમાં બેઠેલી ભારતીય મૂળની મહિલા 47 વર્ષીય ઝુલિકા ગયાપ્રસાદ તથા તેનો પુત્ર 10 વર્ષીય જસ્ટિન અને 14 વર્ષીય પુત્રી ચેલ્સીયાનું કરૂણ મોત નીપજ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કેનેડિયન ડ્રાયવરે ટ્રેકટરને કાર સાથે ટકરાવી દેતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.જેના પરિણામે કાર ડ્રાયવર અને આગળની સીટમાં બેઠેલી વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા.જેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.પોલીસ તપાસ ચાલુ છે.

 

 

(8:02 pm IST)