Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

બૈરુતમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ અને ભીષણ આગથી ભારતીય મૂળની પત્રકાર આંચલ વોહરા ઈજાગ્રસ્ત : વોઇસ ઓફ અમેરિકાના સંવાદદાતા તરીકે બૈરુતમાં કાર્યરત મહિલાએ હોસ્પિટલના બિછાનેથી અહેવાલ આપ્યો

બેરૂત : લેબનાનની રાજધાની બૈરુતમાં મંગળવારે સાંજે થયેલા બોમ્બબ્લાસ્ટ અને તેનાથી ફાટી નીકળેલી ભીષણ આગને કારણે ભારતીય મૂળની પત્રકાર આંચલ વોહરા ઈજાગ્રસ્ત થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આંચલ વોહરા ભારતના મેરઠની વતની છે.તથા ત્યાંજ તેનો ઉછેર થયો છે.અને તેણે અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે.તેના માતાપિતા હજુપણ મેરઠમાં જ રહે છે.
આંચલ વોઇસ ઓફ અમેરિકાની સંવાદદાતા છે.અને બૈરુતમાં રહીને મિડલ ઇસ્ટ તથા સાઉથ એશિયાના ન્યુઝ અમેરિકા મોકલે છે.

તેણે હોસ્પિટલના બિછાનેથી ટ્વીટ કરી આપેલા અહેવાલ મુજબ તેના ઘર ઉપર બૉમ્બ બ્લાસ્ટ થતા તે ખુબ દાઝી ગઈ છે.અને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઇ છે.

ઉલ્લેખનીય છે કે ફટાકડાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને બૉમ્બ બ્લાસ્ટ જેવા અવાજોથી વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.

(1:58 pm IST)
  • આજી નદીમાં ઉપરવાસથી પૂર આવતા નદી કાંઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટિમો દોડાવાઈ :લોકોને નદી વિસ્તારમાં જવાની મનાઈ :વિસ્તારમાં પાણી ઘુસી જાય તો સ્થળાંતરની પણ તૈયારી access_time 12:04 am IST

  • ૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ થઈ જશે access_time 11:00 pm IST

  • રામ મંદિર તોડીને મસ્જિદ બનાવશું : અયોધ્યામાં નિર્માણ પામનારા રામમંદિરના ભૂમિપૂજનના બીજા જ દિવસે મુસ્લિમ આગેવાનની ધમકી : ઓલ ઇન્ડિયા ઇમામ એશોશિએશનના અધ્યક્ષ સાજીદ રશીદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે તથા નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવ્યા : ખુલ્લેઆમ ધમકી આપી : વિવાદિત જગ્યા ઉપર મસ્જિદ હતી જ અને રહેશે access_time 2:10 pm IST