Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

યુ.એસ.ખાતેના ભારતના રાજદૂત શ્રી તરણજીત સીંઘ સંધુ અને વિસ્કોસીન ગવર્નર વચ્ચે વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ : ભારત અને વિસ્કોસીન વચ્ચે એગ્રિકલચર ,ઇન્ફાસ્ટ્રકચર ,તથા મેન્યુફેક્ચરિંગ સેકટરને પ્રોત્સાહન આપવાનો હેતુ

વિસ્કોસીન : તાજેતરમાં 29 જુલાઈના રોજ યુ.એસ.ખાતેના ભારતના રાજદૂત શ્રી તરણજીત સીંઘ સંધુ અને વિસ્કોસીન ગવર્નર વચ્ચે વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈહતી.જેમાં ભારત અને વિસ્કોસીન વચ્ચે એગ્રિકલચર ,ઇન્ફાસ્ટ્રકચર ,તથા મેન્યુફેક્ચરિંગ સેકટરને પ્રોત્સાહન આપવા અંગે તથા સામાજિક આદાન પ્રદાન માટે ચર્ચાઓ થઇ હતી.
આ તકે શ્રી સંધુએ ભારતમાં એજ્યુકેશન તેમજ હેલ્થ કેર ક્ષેત્રે થયેલી પ્રગતિનો અહેવાલ પણ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ભારત અને વિસ્કોસીન વચ્ચે હાલમાં 1 બિલિયન ડોલરની જેટલી રકમનું  વ્યવસાયિક આદાનપ્રદાન છે.ભારતની અનેક આઇ ટી.,એન્જીનીઅરીંગ સર્વિસ ,મેડિકલ ઇકવીપમેન્ટ ,તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 1.85 મિલિયન ડોલર જેટલી રકમનું વિસ્કોસીનમાં રોકાણ કર્યું છે. તથા સ્ટેટમાં 2460 જેટલી રોજગારીનું સર્જન કર્યું છે.તેજ પ્રમાણે વિસ્કોસીનની ઓટોમોબાઇલ ,ઇલેક્ટ્રિકલ ઇકવીપમેન્ટ ,ફાઇનાન્સિયલ સર્વિસ તેમજ ટેક્નોલોજી સેક્ટર ક્ષેત્રે ભારતમાં મોટી રકમનું રોકાણ કર્યું છે.
આ વ્યવસાયિક આદાન પ્રદાન માં વધારો થતો રહે સાથોસાથ સામાજિક આદાન પ્રદાન પણ થતું રહે તે માટે બંને મહાનુભાવોએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

(6:16 pm IST)