Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઇન્ડિયન અમેરિકન ત રૂણ ૧૬ વર્ષીય આદિત્ય ભાટીયાની કમાલ : ભારતના મુંબઇમાં જીવન જરૂરી વસ્તુઓ વેચતા ફેરીયાઓ તથા વપરાશકારોને જોડતી ''મેરી ફેરી'' એપ લોંચ કરીઃ જુદી જુદી સાત ભાષામાં તૈયાર કરાયેલી એપને મુંબઇમાં મળી રહેલો જબરો પ્રતિસાદ

હયુસ્ટનઃ ભારતના શહેરોમાં વસતા પ્રજાજનોના ઘરો નજીક જઇ ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ અથવા સેલ્સમેન તથા આ વસ્તુઓ ખરીદવા ઇચ્છૂક રહેવાસીઓને જોડતી એપ ' મેરી ફેરી'' યુ.એસ.ના હયુસ્ટન ટેકસાસમાં વસતા અને ૧૦ મા ગ્રેડમાં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન તરૂણ ૧૬ વર્ષીય આદિત્ય ભાટીયાએ લોંચ કરી છે. જે ભારતના મુંબઇના ફેરિયાઓ તથા રહેવાસીઓને પરસ્પર જોડશે.

        કદાચ સિનીયર સીટીઝનો કે ઘરેલું ગૃહિણીઓ અંગ્રેજી ભાષા જાણતા ન હોય તો તેઓની સુવિધા માટે આ એપ જુદી જુદી સાત ભાષામાં તૈયાર કરાઇ છે. જેમાં ઇંગ્લીશ ઉપરાંત હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, તામિલ, તથા તેલુગુ ભાષાનો પણ સમાવેશ કરાયો છે.

     આ એપને મુંબઇમાં જબ્બર આવકાર મળ્યો છે. તથા ર હજાર લોકોએ ડાઉનલોડ કરી છે. મુંબઇના વર્તમાનપત્રો તેમજ ધારાસભાએ પણ આ યુવાનની જહેમતની નોંધ લીધી છે.

(9:00 pm IST)