Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા હિન્દુઓ આનંદોઃ હવે ઘરના પ્રવેશદ્વાર ઉપર તોરણ, સાથિયો, જેવા ધાર્મિક ચિન્હો લગાવી શકાશેઃ અત્યાર સુધીનો પ્રતિબંધ દૂર કરતું બીલ ધારાસભામાં પસારઃ ગવર્નરની મંજુરી

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા લોકો પોતાના ઘરના પ્રવેશદ્વાર ઉપર ધાર્મિક ચિહન રાખી શકશે તેવું બીલ ધારાસભામાં પસાર થયું છે. જેને ગવર્નરે મંજુરી આપી દીધી છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા કેલિફોર્નિયા જેવિશ લેજીસ્લેટીવ કોકસ સમર્થિત આ બીલ સેનેટમાં ૬મે ૨૦૧૯ના રોજ ૩૮ વિરૂધ્ધ ૦ વોટથી તથા ધારાસભામાં ૮ જુલાઇ ૨૦૧૯ના રોજ ૭૬ વિરૂધ્ધ ઝીરો વોટથી પસાર થયું છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં લેન્ડ લોર્ડ તથા હોમ ઓનર્સ એશોશિએશન્શ હિન્દુઓ તથા જેવિશ રહેવાસીઓને તેમના ઘરના પ્રવેશ દ્વારક ઉપર તોરણ સાથિયો જેવા ધાર્મિક  ચિન્હો મુકવા દેતા નહોતા જેનો વિરોધ થતા ઉપરોકત બીલ રજુ કરાયુ હતું. જે પસાર થઇ જતા હિન્દુઓ તથા જેવિશ પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરેલ છે.

(7:24 pm IST)