Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)'': વતનના પ્રજાજનોની આરોગ્ય સેવાઓ માટે અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબોનું સંગઠનઃ હૈદ્દાબાદ મુકામે ૨૧થી ૨૩ જુલાઇ ૨૦૧૯ દરમિયાન મળેલ ત્રિદિવસીય સમીટનું ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ ઉદઘાટન કર્યુઃ વિશ્વ ભરમાંથી ભારતીય મૂળના નિષ્ણાંત તબીબો સહિત બે હજાર જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી

હૈદ્દાબાદઃ ભારતના હૈદ્દાબાદમાં ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)''ની ૧૩ મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમીટ યોજાઇ ગઇ.

૨૧ જુલાઇ થી ૨૩ જુલાઇ ૨૦૧૯ દરમિયાન યોજાયેલ આ સમીટનું ઉદઘાટન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ કર્યુ હતું. તથા ઉદબોધન કર્યુ હતું. જે અંતર્ગત અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબો દ્વારા વતનની આરોગ્ય સેવાઓ માટે કરાતા ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.

AAPI પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીએ સહુનુ સ્વાગત કરતું પ્રવચન આપી ઓર્ગેનાઇઝેશનની કામગીરી વિષે ટુંકમાં માહિતી આપી હતી.

ત્રિદિવસિય સમીટ દરમિયાન કિવઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કિલનીક પ્રેકટીસ વર્કશોપ, મીટ ધ એક્ષ્પર્ટ સેશન, વીમેન્સ ફોરમ, સહિત વિવિધ આયોજનો કરાયા હતા.

સમીટ અંતર્ગત એપોલો હોસ્પિટલના ફાઉન્ડર તથા ચેરમેન ડો.પ્રથાય સી રેડ્ડી, AAPI ઇલેકટેડ BOTA ચેરમેન ડો.સીમા અરોરા, કનવેન્શન ચેરમેન ડો.શ્રીની ગનાગાસાની સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કયા૪ હતા. ઉપરાંત મહિલા અગ્રણી તબીબો ડો.ઉમા જોનાલાગડ્ડા, ડો.સૌમ્ય નેરાવેલ્ટા, ડો.સ્ટેલા ગાંધી, ડો.સ્વાતિ યાલાન્ચી, ડો.પૂજા કિંખાબાવલા, સહિતનાઓએ વીમેન્સ ફોરમમાં ઉદબોધન કર્યુ હતું.

AAPI ઇલે.પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગડ્ડા, પાસ્ટ પ્રેસિડન્ટ ડો.સંકુ રાવ, સેક્રેટરી ડો.રવિ કોલ્લી, સમિટ કો-ચેર ડો.રઘુ લોલાભાટ્ટુ, ટ્રેઝરર ડો.રાજ ભાયાણી, હોસ્ટ ચેર ડો.દ્વારકાનાદા રેડ્ડી, બોલીવુડ એકટ્રેસ જયા પ્રદા કે જેઓ AAPI વીમેન્સ એમ્પાવરમેન્ટના એમ્બેસેડર બનવા સંમત થયા છે. વીમેન્સ ફોરમ ચેર ડો.સજની શાહ, તથા ડો.સીમા અરોરા, પેનલીસ્ટ ડો.અંજુ અગરવાલ, ડો.સૈલાક્ષ્મી બાલીજેપણી, સુશ્રી સંગીતા રેડ્ડી, ડો.કિશનકુમાર, ડો.વાણી વિજયકુમાર, ડો.શ્રીનિવાસન વિજયકુમાર, ડો.સરસ્વતી મુયનાન્ના,ડો. નિખિલ ભાયાણી, ડો.સર્વમ તેરાકોન્ડા, ડો.શ્રીગણેશ યાલુવાઇ ડો.રવિ જહાંગીર ડો.ઉદાયા શિવાંગી, ડો.અજય લોધા, ડો.પ્રતિભા શાહ, ડો.વેમુરી એસ.મુર્થી, સહિતનાઓએ હાજરી આપી. પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. તથા ૩૭ વર્ષની AAPIની યાત્રા૩ની સિધ્ધિઓને બિરદાવી હતી.

વિશેષ માહિતી માટે www.aapiusa.orgનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(7:18 pm IST)