Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

''સર્વ વ્હેર યુ લીવ'': હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકા (HC4A)ના ઉપક્રમે હયુસ્ટનમાં યોજાઇ ગયેલી કિક ઓફ મુમેન્ટઃ આર્થિક અસમાનતા દૂર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષણ હોવાનું જણાવતા ફાઉન્ડર શ્રી હરીશ કોટેચા

હયુસ્ટનઃ હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકા, નોન રિલીજીઅસના ઉપક્રમે એપ્રિલ ૨૦૧૯માં 'સર્વ વ્હેર યુ લીવ'ના સુત્ર સાથે સ્ટેફોર્ડ મુકામે યોજાયેલ કિક ઓફ મુમેન્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

આ પ્રસંગે શ્રી હરીશ કોટેચા, શ્રી દિનેશ વખારીયા, જજ શ્રી કે.પી. જયોર્જ, તથા સુશ્રી જુલી મેથ્યુ, સહિતના મહાનુભાવોએ જરૂરિયાતમંદ સ્ટુડન્ટસ તથા પ્રજાજનો સાથેના અનુભવો વર્ણવ્યા હતા. તેમજ હયુસ્ટન કોમ્યુનીટી કોલેજ બોર્ડ ટ્રસ્ટી સુશ્રી નિતા સાનેએ હયુસ્ટન ફોર અમેરિકા વોકેશ્નલ સ્કોલરશીપ સહિતના ક્ષેત્રે અસરકારકતા અંગે માહિતી આપી હતી. HC4A ફાઉન્ડર શ્રી હરીશ કોટેચાએ આર્થિક અસમાનતા દૂર કરવા માટે શિક્ષણને શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું. તથા આ માટે હિન્દુ અમેકિન્સ ચેરીટી ગૃપમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

HC4A હયુસ્ટન ટીમએ વોેકેશ્નલ સ્કોલરશીપ માટે ૧૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ જવા બદલ ગૌરવ વ્યકત કર્યુ હતું. IAN દ્વારા જાણવા મળે છે.

(8:54 pm IST)